WHO ની ચેતવણી – સાજા થયેલા દર્દીઓ કોરોનાથી કાયમી ધોરણે મુકત છે એવુ માની લેવાની જરુર નથી

who

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ મોટો ખુલાસો કરતા દુનિયાને કહ્યું હતું કે હાલમાં એવા કોઈ પુરાવા નથી કે કોવિડ-19 થી સ્વસ્થ થયેલા લોકો બીજા કોરોનાવાયરસ ચેપથી સુરક્ષિત છે. સાદી ભાષામાં કહીએ તો તેમનુ કહેવુ છે કે કોરોનાથી સાજા થયેલા લોકોને ફરી પાછો કોરોનાનો ચેપ નહીં લાગે તેવી કોઇ ખાતરી નથી.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ સરકારોને ચેપમાંથી સાજા થયેલા લોકોને ‘રોગપ્રતિરક્ષા પાસપોર્ટ’ અથવા ‘જોખમ મુક્ત પ્રમાણપત્રો’ આપવાની સામે ચેતવણી આપી છે.આ પ્રથા ચેપના ફેલાવાના જોખમોમાં વધારો કરી શકે છે કારણ કે જે લોકો સ્વસ્થ થયા છે તેઓ વાયરસ સામે ધોરણસરની સાવચેતી રાખવા અંગેની સલાહને અવગણી શકે છે.કેટલીક સરકારોએ સૂચવ્યું છે કે સાજા થયેલા લોકોના શરીરમાં ‘સાર્સ-કોવી -2′(કોવિડ-19 માટે જવાબદાર વાયરસ)ના ‘એન્ટિબોડીઝ’ મળતા તેમને ‘પ્રતિરક્ષા પાસપોર્ટ’ અથવા ‘જોખમ મુક્ત પ્રમાણપત્ર’ આપી શકાય છે. આ વ્યક્તિઓ મુસાફરી કરી શકશે. અને તેઓ ફરીથી ચેપ સામે સુરક્ષિત છે એમ માનીને કામ પર પાછા ફરી શકશે.ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે સરકારોની આ ધારણા ખોટી છે.તેમાં કહેવામાં આવ્યું છે કે,

હાલમાં એવા કોઈ પુરાવા નથી કે જે લોકો કોવિડ-19 થી સ્વસ્થ થયા છે અને એન્ટિબોડીઝ છે તેઓ બીજા ચેપથી સુરક્ષિત છે.

WHO એ કહ્યું કે તેણે વાયરસ પ્રત્યેના એન્ટિબોડી પ્રતિસાદ અંગેના પુરાવાઓની સમીક્ષા કરવાનું ચાલુ રાખ્યુ છે. રોઇટર્સના આંકડા અનુસાર, વિશ્વવ્યાપી કોરોનાવાયરસથી લગભગ 28,31,590 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 1,97,298 લોકો મૃત્યુ પામ્યા છે. 8,06,953 લોકો સાજા થયા છે.

WHO એ કહ્યુ કે મોટાભાગના અભ્યાસોએ સાબિત કર્યું છે કે ચેપમાંથી સાજા થયેલા લોકોમાં વાયરસની એન્ટિબોડીઝ હોય છે, તેમ છતાં તેમાંના કેટલાકના લોહીમાં એન્ટિબોડીઝને તટસ્થ કરવાના સ્તર ખૂબ ઓછા છે. કોરોનાના ચેપ સામે સંપૂણૅ પુન :પ્રાપ્તિ માટે શરીરની ‘સેલ્યુલર રોગપ્રતિકારક શક્તિ’ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *