આજે પૃથ્વીની નજીકથી પસાર થશે ઉલ્કાપિંડ; પહેલા ધરતી સાથે ટકરાવાની આશંકા હતી

ulka

બુધવાર બપોરે અંતરિક્ષમાં એક મોટી ખગોળીય ઘટના બનશે. પૃથ્વી નજીકથી એવરેસ્ટ જેવડી મોટી ઉલ્કાપિંડ પસાર થશે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ દોઢ મહિના પહેલા આની જાણકારી આપી હતી. નાસાએ આ ઉલ્કાપિંડને એસ્ટેરાયડ 1998 OR2 નામ આપ્યું છે. આ ઉલ્કાપિંડ 31 હજાર 319 કિમી/કલાકની ઝડપથી પૃથ્વી નજીકથી પસાર થશે.
જોકે આનાથી ડરવાની જરૂર નથી કારણ કે તે પૃથ્વીથી 63 લાખ કિલોમીટરના અંતરથી પસાર થશે. એટલે કે ચંદ્રના અંતર ( ત્રણ લાખ 84 હજાર 400 કિલોમીટર)થી લગભગ 16 ગણી દૂર હશે. અંતરિક્ષ વિજ્ઞાનમાં આ અંતરને મોટું માનવમાં આવતું નથી. પહેલા તે પૃથ્વી સાથે ટકરાય તેવી આશંકા હતી. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ આ વાતનો ઈનકાર કર્યો છે.
આ ઉલ્કાપિંડનો ઘેરાવો 2.4 કિલોમીટર છે. નાસાએ તેને સૌથી પહેલા 1998માં જોઈ હતી. 29 એપ્રિલે ભારતના સમય મુજબ બપોરે 3.25 વાગ્યે તે ધરતીની નજીક હશે.
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝના મેનેજર પાઉલ કોડાસે કહ્યું કે હાલ પૃથ્વીને કોઈ ઉલ્કાપિંડ ટકરાય તેવી આશંકા નથી. વૈજ્ઞાનિકોએ પૃથ્વીની નજીકથી પસાર થનાર એક કિલોમિટરના આકારવાળી 90 ટકાથી વધારે ઉલ્કાપિંડોને શોધી છે અને તેને ટ્રેક પણ કરી છે. તેમણે કહ્યું કે ઉલ્કાપિંડ ધરતીની આસપાસ આગામી ચક્કર 18 મે 2031ની આસપાસ મારશે. ત્યારે તે 1.90 કરોડ કિલોમીટર દૂરથી પસાર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *