us ind call

ટ્રમ્પે મોદી સાથે ફોન કોલ દ્વારા G-7 બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું, બન્ને નેતા વચ્ચે ભારત-ચીન સીમા વિવાદ અને યુ.એસ. માં નાગરિક અવ્યવસ્થા અંગે ચર્ચા થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ફોન કોલ દ્વારા વાતચીત થઈ હતી. બન્ને નેતા વચ્ચે ભારત-ચીન સીમા વિવાદ તથા અમેરિકામાં અશ્વેત નાગરિકના મોત બાદ થયેલી હિંસા મુદ્દે ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને અમેરિકામાં યોજાનાર G-7 સમિટમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ચાલી રહેલી હિંસક ઘટનાઓને લઈ ચિંતા વ્યક્ત કરી હતી અને એવું કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ જલ્દીથી આ સ્થિતિ પર કાબુ મેળવી લેશે. બન્ને નેતા વચ્ચે કોરોના વાઈરસ સંકટ, ભારત-ચીન સીમા વિવાદ અને WHO માં સુધારા અંગે પણ ચર્ચા થઈ હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે વખત ભારત અને ચીનના વિવાદમાં મધ્યસ્થતા કરવાની તૈયારી દર્શાવી હતી. તેથી તેમણે કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ કરું છું. જો તેઓ મારી પાસે મદદ માંગવામાં આવે તો હું તે માટે મધ્યસ્થતા કરીશ.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડના મધ્યસ્થતા મુદે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે. ત્રીજા પક્ષકારની જરૂર નથી. અને વળી ભારતે પણ મધ્યસ્થતાની તૈયારીને નકારી હતી.