mutualfund

વિશ્વની આ ટોચની મુચ્યલ ફંડની કંપની ડુબી

વિશ્વની ટોચની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં સ્થાન પામેલી ફ્રેન્કલિન ટેમ્પલ્ટન કંપનીના 6 ભારતીય ક્રેડિટ ફંડમાં દેશભરના રોકાણકારોની 30,800 કરોડની મૂડી ફસાઇ છે. તેમાં 4500 કરોડની મૂડી માત્ર ગુજરાતના રોકાણકારોની છે. ઓલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રબ્યુટર્સ એસોસિએશને રોકાણકારોના નાણાં બચાવવા અને ફ્રેન્કલિન સામે પગલા ભરવા સેબી અને કેન્દ્રના નાણાંમંત્રીને ફરિયાદ કરી છે. આ ક્ષેત્રના નિષ્ણાંત અને એસો.ના સભ્ય જીગ્નેશ માધવાણીએ જણાવ્યું હતું કે, ફ્રેન્કલિનના ક્રેડિટ ફંડમાં સુરતના રોકાણકારોની 600 કરોડ સુધીની મૂડી હોવાના આંકડા મળ્યા છે.

મોટાભાગના ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સની ચેનલ થકી વેચાણ કરવામાં આવ્યા છે.
ફંડના 80 ટકા રૂપિયા ત્રિપલ એ ડિસ્ટ્રબ્યુટર્સે વેચ્યા છે. આ રૂપિયા પાકતી મુદ્દતે મળશે કે કેમ તે પણ નક્કી નથી. કંપનીએ તેના ઇન્ટરનેશનલ ફંડ ઓફ ફંડમાં 50 બેઝિક પોઇન્ટ ઉડાડી દીધા છે. તે જોતા રોકાણકારોને કોઇ ખાસ લાભ થશે નહીં. અત્યારે સેબી અને નાણાંમંત્રી સમક્ષ એવી માંગ કરવામાં આવી છે કે, ભારતીય રોકાણકારોને તેમના નાણાં ડૂબ્યા નથી. તેવી હૈયાધરપત આપવા માટે કંપની તેમના મૂડી રોકાણના 50 ટકા નાણાં તાત્કાલિક રિટર્ન કરે. જેથી કોવિડ-19 દરમ્યાન મધ્યમ વર્ગના પરિવારોને ઇમરજન્સી ફંડ મળી રહે. સાથે સાથે કંપની પાસે વિગત મંગાવવામાં આવે કે તે ભારતીય રોકાણકારોના નાણાં કઇ રીતે પરત કરશે. તેનો પ્લાન રજૂ કરે.

4500 કરોડનું મૂડી રોકાણ કરનાર ગુજરાતના રોકાણકારોને નાણાં કયારે પરત મળશે ?ફ્રેન્કલિનના 6 ફંડમાં દેશમાં સૌથી વધુ રોકાણ મહારાષ્ટ્ર પછી ગુજરાતના રોકાણકારોએ કર્યું છે. ગુજરાતના રોકાણકારોએ 4500 કરોડથી વધુનું મૂડી રોકાણ તેના જુદા જુદા ફંડોમાં કર્યું છે. કંપનીએ એક વાત સ્પષ્ટ કરી છે કે, પાકતી મુદ્દત પહેલા કોઇને પણ નાણાં ઉપાડવા દેશે નહીં. દાખલા તરીકે ફ્રેન્કલિન ઇન્ડિયા લો ડયૂરેશન ફંડની મુદ્દત 1.2 મહિના એટલે કે માર્ચમાં પૂરી થઇ હશે તો પાકતી મુદ્દતના નાણાં મેળવવા 1 વર્ષ 73 દિવસ રાહ જોવી પડશે. એવી રીતે બીજી સ્કીમમાં 3 વર્ષ 80 દિવસ રાહ જોવી પડશે. એટલે કે વિશ્વની ટોચની કંપની ભારતીય રોકાણકારોના નાણાં 1.2 વર્ષથી 3.2 વર્ષ સુધી વાપરીને પરત કરશે.

નાણાં પૂરેપુરા મળશે પણ વ્યાજ ભૂલી જવું પડશે
ફ્રેન્કલિનની પ્રતિષ્ઠા અને ફંડ્સ જોતા ભારતીય રોકાણકારોને તેમના રોકાણના નાણાં પુરેપુરા મળશે. પરંતુ રોકાણકારોએ વ્યાજ જતું કરવુ પડશે. મ્ચુચ્યુઅલ ફંડની જોગવાઇ મુજબ જે ફંડમાં રોકાણકારની મુદ્દત પાકી છે. તેને સૌથી પહેલા નાણાં મળશે. કંપનીના એક જ નિર્ણયથી રોકાણકારોની એસઆઇપી સ્થગિત થઇ ગઇ છે અને તેઓ ઇકવીટી ફંડમાં પણ ટ્રાન્સફર થઇ શકે તેમ નથી.