3 મે સુધી અમદાવાદમાં વેપારીઓ દુકાન નહીં ખોલે: AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગઈકાલ બાદ આજે 51 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કુલ 2003 કેસ પોઝિટીવ આવ્યા છે. તેમણે જણાવ્યું કે શહેર ની હોટેલ ફર્નમાં ખુબજ ઓછા દરે દર્દીઓની સારવાર થશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં 3 મે સુધી કોઈ દુકાનો ખુલશે નહીં. આ નિર્ણય વેપારી એશોસિએશન સાથે મળીને લેવામાં આવ્યો છે. માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ચાલુ રહેશે.