ahmsurat

અમદાવાદ, સુરતમાં કેન્દ્રિય ગૃહ વિભાગની ટીમ આવી, તંત્રના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની માહિતી મેળવશે

અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંકટ વધી રહ્યું હોવાથી કેન્દ્રીય ગૃહવિભાગની ટીમ દિલ્હી થી આવી પહોંચી છે.

અમદાવાદ ની વાત કર્યે તો ગૃહવિભાગના અધિકારીઓએ હોટેલ હયાતમાં બેઠક યોજી છે.આ બેઠકમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર હાજર રહ્યા છે. કેન્દ્રની ટીમ અમદાવાદના વહીવટી તંત્રના સત્તાધીશો પાસેથી સમગ્ર સ્થિતિની માહિતી મેળવશે.બેઠકમાં આગામી સમયમાં કેવી કામગીરી રહેશે તેના પર ચર્ચા થઈ શકે છે. હોસ્પિટલોની વ્યવસ્થા, મેડિકલના સાધનો અને કોરોનાની ટેસ્ટ કિટ અંગે ચર્ચા થઈ શકે છે. કેન્દ્રની ટીમ કોટ વિસ્તાર અને કરફ્યૂ મુક્ત વિસ્તારોની મુલાકાત લઈ શકે છે.
અને બીજી બાજુ સુરતમાં કેન્દ્રની ટીમે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર ,પોલીસ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. કોરોના ને લઈને હાલની સ્થિતિને લઈને સમીક્ષા કરી ફૂડ વિતરણ વ્યવસ્થા તેમજ કામદારોની કઈ પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે આ બેઠક પર થી કેન્દ્ર અને રાજ્ય સરકાર શું નિર્ણય લેશે.