surat to up train

સુરતથી UP જતી ટ્રેનના 20 ડબ્બા છૂટા પડી ગયા

પરપ્રાંતિયોને મોકલવા માટે તંત્ર દ્વારા વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે 6 દિવસમાં સુરતથી 35 ટ્રેન અને બસ દ્વારા 5 લાખ મજૂરો પોતાના વતન પહોંચ્યા છે
ત્યારે રવિવારે સવારે સુરતથી UP તરફ જવા માટે ટ્રેન રવાના કરાઈ હતી. પરપ્રાંતિય મજૂરોને લઈ સુરતથી પ્રયાગરાજ તરફ જઈ રહેલી ટ્રેનના 20 ડબ્બા પાછળ રહી ગયા હતા, અને એંજિન 3 ડબ્બા લઈ આગળ વધી ગયું હતું. ગાર્ડે સ્ટેશન માસ્તરને આ ઘટના અંગે માહિતી આપી હતી.

એન્જિનવાળી 3 ડબ્બા સાથે (MP)એમપીના જબલપુર ડિવીઝનના ત્રિકમગઢ સ્ટેશન નજીક અલગ થઈ અને આગળ ગઈ હતી અને 20 ડબ્બા પાછળ છોડી દીધા હતાં. ફસાયેલા લોકોને પાણી અને ભોજન વિના ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. પરપ્રાંતિયોએ આ ઘટનાના વીડિયો અને ફોટોગ્રાફ્સ વાયરલ કર્યા હતા. આ ઘટના સવારે સાત વાગ્યે થઈ હતી ત્યારબાદ 11.00 વાગ્યે નવું એંજિન આવતા ટ્રેન આગળ વધી હતી. ત્યારબાદ શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનાના કારણે રેલ્વેની બેદરકારી સામે આવી છે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ પ્રશ્ન એ છે કે શું આ ટ્રેનને રવાના કરવા પેહલા શું તેનું પૂરેપૂરી ચકાસણી કરવી એ રેલ્વે તંત્રને યોગ્ય ન લાગ્યું? અને જો ચકાસણી કરી હતી તો આ ઘટના કઈ રીતે સર્જાઈ? તેનો જવાબ તો હવે તંત્ર જ આપશે.