આવતીકાલથી રાજ્યમાં શરતોને આધીન દુકાનો ખોલવાની પરવાનગી

gujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્ત્વનો નિર્ણય, ભારત સરકારના જાહેરનામા ને ધ્યાનમા લઇ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો,
રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી ખાસ કહેવામાં આવ્યું છે કે દુકાનદારે દુકાન ચાલુ કરવા માટે કોઈને મંજૂરી લેવાની પણ જરૂર નથી. તેમણે ફક્ત દુકાન નોંધણીનું સર્ટિફિકેટ કે લાઇસન્સ સાથે રાખવું પડશે.
ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન છે. તે અનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફ કરતા ઓછો સ્ટાફ એટલે કે 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.દુકાનોમાં માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. દુકાનદારોએ કલેક્ટર પાસે પાસ લેવા જવાની પણ જરૂર નથી. દુકાનદારો પોતાના ગુમાસ્તાધારાનું લાઇસન્સ સાથે રાખી અને દુકાનો ખોલી શકશે.મુખ્યમંત્રીએ આ ઉપરાંત ગુજરાત માં IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે
પાનના ગલ્લા નહીં ખુલે : પાનના ગલ્લા કે દુકાનો ખોલી શકાશે નહિ. આ ઉપરાંત સલૂન ખોલી શકાશે કે નહીં તે અંગે સાંજ સુધી નિર્ણય કરાશે. પગરખાની દુકાનો પણ નહીં ખોલી શકાય. સરકારના મતે જીવન જરૂરિયાત સિવાયની ચીજો વસ્તુ વેચતી દુકાનો નહીં ખુલે. આઇસક્રિમ પાર્લરો નહીં ખુલે. નાસ્તા અને ફરસાણની દુકાનો અને ઠંડા પીણાં ની દુકાનો પણ નહીં ખુલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *