indrailway

12મેથી અમદાવાદ સહિત 15 રૂટ પર ટ્રેન ચલાવવાની તૈયારી, ઓનલાઇન બુકિંગ થશે.

ભારતીય રેલ્વે દ્વારા સામાન્ય ટ્રેનો ફરીથી શરૂ કરાવની જાહેરાત કરી છે. રેલ્વે તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે નવી દિલ્હીથી ચાલનારી ટ્રેનોનું રિઝર્વેશન માટે બુકિંગ 11 મે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. એવું કેહવામા આવ્યું છે કે 15 યાત્રી એટલે કે 30 વાપસી યાત્રાએ ટ્રેનોને શરુ કરવાની યોજના છે.
સ્ટેશનો ઉપર ટિકિંગ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. અને પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ પણ ટિકિટ કાઉન્ટર આપવામાં નહીં આવે. આ બુકિંગ માત્ર IRCTC વેબસાઈટથી કરવામાં આવશે.

દરેક યાત્રીઓને ફેસ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. સ્ટેશન ઉપર દરેક યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. યાત્રીઓમાં સંક્રમણનું કોઈપણ લક્ષણ નહીં હોય તો જ યાત્રીઓને મંજૂરી આપવામાં આવશે.
આટલા રુટ પર ચાલશે ટ્રેન –
જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, ચૈન્નાઈ, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.