nvscoron

નવસારીમાં કોરોનાનો ચોથો કેસ, 65 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ

નવસારી તાલુકાના નસીલપોર ગામે વૃદ્ધનો કોરોનાના લક્ષણો દેખાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં ચોથો કેસ નોંધાયો છે. અહીં અગાઉ 3 કેસ પોઝીટીવ નોંધાઈ ચુક્યા છે. જોકે ત્યારબાદ બે દિવસ સુધી કોઈ કેસ નોંધાયો ન હતો. શનિવારે કોરોનાનો ચોથો કેસ સામે આવતા જિલ્લા તંત્ર ફરી દોડતું થયું. નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગે લોકોના સેમ્પલો લીધા હતા. જેમાં નવસારી તાલુકાના નસીલપોર ગામે રહેતા 65 વર્ષીય વૃદ્ધમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેમને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. જ્યારે તે વૃદ્ધના સંપર્કમાં આવેલા તમામ લોકોને આરોગ્ય વિભાગે ક્વોરન્ટાઇન કર્યા છે.