દેશનો દરેક નાગરિક કોરોના સામેની લડાઇ લડી રહ્યો છે: વડાપ્રધાન

moditoday

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને મનની વાતના માધ્યમથી સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતની કોરોનાની સામેની લડાઇ પીપલ ડ્રિવેન છે એટલે કે તેની સામે પ્રજા લડી રહી છે, તમે લડી રહ્યાં છે. તમારી સાથે મળીને શાસન અને પ્રશાસન પણ લડી રહ્યું છે. આપણે ભાગ્યશાળી છે સમગ્ર દેશ અને નાગરિકો આ લડાઇના સિપાઇ છે અને લડાઇનું નેતૃત્વ કરી રહ્યાં છે, તમે જ્યાં પણ જુઓ ત્યાં અહેસાસ થશે કે આ લડાઇ દરેક નાગરિક લડી રહ્યો છે. જ્યારે પણ કોરોના સામે લડવાની પદ્ધતિ પર દુનિયામાં ચર્ચા થશે ત્યારે ભારતના પીપલ ડ્રિવેનની ચર્ચા ચોક્કસ થશે. એવુ લાગે છે કે આ મહાયજ્ઞ ચાલી રહ્યો છે. અમારા ખેડૂતો ખેતરમાં એટલા માટે કામ કરી રહ્યાં છે કે કોઇ ભૂખ્યુ નહીં રહે. કોઇ માસ્ક બનાવી રહ્યું છે તો કોઇ ક્વોરન્ટાઇનામં રહીને સ્કૂલની સફાઇ કરી રહ્યાં છે તો કોઇ પેન્શન માફ કરી રહ્યું છે. આ વાતો જ કોરોનાની સામેની લડાઇને પીપલ ડ્રિવેન બનાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *