modidiscusses

આવતીકાલે 3 વાગ્યે PM મોદી મુખ્યમંત્રીઓ સહિત આ લોકો સાથે ચર્ચા કરશે.

લૉકડાઉન 3.0 17 મેના રોજ પુરું થઈ જવા રહ્યું છે ત્યારે આગળનો વ્યૂહરચના બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને ડીજીપી અને આ ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે.

વડાપ્રધાન કાર્યાલય (PMO) ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગે જાણ કરવામાં આવી હતી.


કોરોના વાયરસ સામેની લડાઈમા શું લૉકડાઉનને ફરી એકવાર લંબાવવામાં આવશે, તે હાલ ચર્ચાનો વિષય છે. 17 મે બાદ દેશ કોરોનાથી કેવી રીતે લડશે, સોમવારે મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગમાં આગળની વ્યુરચના નક્કી કરી શકે છે.