nvscoron

રાજકોટમાં ત્રણ દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ સરકારી ક્વોરન્ટીન ફેસિલિટીમાંથી 30 લોકોને રજા આપવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી તમામ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. આથી આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં શહેરમાં પથીકાશ્રમ, ત્રિમંદિર તથા સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી અત્યારે માત્ર સમરસ હોસ્ટેલમાં જ ક્વોરન્ટીન લોકોને રાખવામાં આવી રહ્યા છે. જેમાંથી 30 લોકોનો ક્વોરન્ટીન પિરીયડ પૂરો થતા રજા આપવામાં આવી છે.