nitinpatel

કન્ટેનમેન્ટ ઝોન સિવાય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી – નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થવાનું છે ત્યારે તે હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે તેની મુલાકાત લઇ તેનું નિરીક્ષણ કર્યું હતું.

નીતિન પટેલે જણાવ્યું કે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવન-જાવન કરવા માટે હવે પાસની જરૂર નથી. ખાનગી વાહનમાં આવન-જાવન કરી શકાશે.