‘નિસર્ગ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય, વરસાદ પડશે, મહારાષ્ટ્રમાં 100 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે

cyclone in

અરબી સમુદ્રમાં ઊભું થયેલું અચાનક ડીપ્રેશન થયું છે. હવે આગામી 6 કલાકમાં તેનું વાવાઝોડમાં પરીવર્તન થશે. મંગળવારે બપોર ની માહિતી પ્રમાણે ડ્રિપ્રેશન દર છ કલાકે 11 કિલોમીટરનું અંતર કાપે છે. હાલમાં ડિપ્રેશન સુરત ના દરિયાકાંઠેથી 670 કિલોમીટર દૂર છે. જેના લીધે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. હવે રાહતના સમાચાર છે કે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય.
હવે આ વાવાઝોડું મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ટકરાશે. જોકે, તેની અસરને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજી જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે મુંબઇ અને આજુબાજુના જિલ્લાઓને હાઈએલર્ટ કર્યા છે અને NDRF ની ટીમે પાલઘરના કાંઠા વિસ્તાર પર તૈનાત કરી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે અને રાજ્યની તૈયારીઓની માહિતી લીધી છે. હવામાન વિભાગે કહ્યું કે 3 જૂનના સાંજ સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે.

ઉપર દર્શાવામા આવેલ તસ્વીર હવામાન વિષેની માહિતી આપતી વેબસાઈટ windy.com ની છે તેમાં દર્શવામાં આવ્યું છે કે આ વાવાઝોડું આવતીકાલ સુધીમાં મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ટકરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *