modi

આવતીકાલે વડા પ્રધાન મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન અંગે ચર્ચા કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે કોરોના વાયરસની સામેની લડાઈમાં આગળના વ્યૂહરચના પર ચર્ચા કરશે, એવા સંકેત પણ મળી રહ્યા છે કે ચાલી રહેલાં લૉકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા અંગે પણ ચર્ચા થશે.દેશમાં કોરોના વાયરસ ફેલાવવાનો શરૂ થયો ત્યારબાદ આ વડા પ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની ત્રીજી વીડિયો કોન્ફરન્સ છે.

સરકારમાં મોજૂદ સૂત્રોએ સંકેત આપ્યા હતાં કે મહામારીનો સામનો આગળ કેવી રીતે કરવો તે ઉપરાંત લૉકડાઉનમાંથી તબક્કાવાર કઈ રીતે બહાર નીકળવું તે અંગે પણ ચર્ચા કરાશે. લૉકડાઉન-2 3જી મે સુધી ચાલવાનું છે.કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવધ સેક્ટરોમાં તબક્કાવાર રાહત આપી રહી છે જેથી આર્થિક ગતિવિધીઓને ગતિ મળે અને લોકોને રાહત મળે. પણ અમુક રાજ્યો લૉકડાઉનને 3 મે બાદ પણ લંબાવવા માગે છે જેથી કોરોના વાયરસના કેસો નિયંત્રણમાં રહે.