rupani

ગુજરાતમાં ધંધા-રોજગાર શરૂ કરવા અંગે લેવાઈ શકે છે નિર્ણય, સાંજે મળશે કોર કમીટીની બેઠક

કોરોનાના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે અને તેથી જ દેશભરમાં લોકડાઉનને વધુ 14 દિવસ વધારવામાં આવ્યું છે. તેવામાંઉદ્યોગ ધંધા રોજગાર શરૂ કરવા ગુજરાત સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારની આજે સાંજે મળનારી કોર કમીટીની બેઠકમાં લોક ડાઉન, રેડ અને ઓરેન્જ ઝોન ઉપરાંત ધંધા રોજગાર શરૂ કરવા કે નહીં અને કરવા તો કેવી રીતે કરવા તે અંગેની ચર્ચા કરવામાં આવશે, કેન્દ્રના ગૃહ મંત્રાલયની ગાઇડ લાઈન મુજબ કેવી રીતે ધંધા રોજગાર શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.