Lockdown 4.0 -દેશમાં લૉકડાઉન 31મી મે સુધી લંબાવાયું

દેશમાં કોરોના વાયરસના સંકટને પગલે કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0 ને 31મી મે સુધી લંબાવાની જાહેરાત કરી છે. સરકારે આ ઉપરાંત જનરલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. અને એમ પણ જણાવ્યું કે, રાજ્ય સરકારો પોતાની રીતે ઝોન નક્કી કરી એમાં છૂટ છાટ આપી શકે છે.
હાલમાં આ બાબતે ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, રાજ્ય સરકાર આ બાબતે ગાઈડલાઈન્સમાં શું જાહેર કરે છે.
શું ખુલશે નહિ
- શાળા-કોલેજ
- જીમ, સ્વિમિંગપુલ, પાર્ક બંધ રહેશે
- સ્પા, બ્યુટી પાર્લર, કોચિંગ સેન્ટર
- રેસ્ટોરન્ટ, સિનેમા બંધ રહેશે
- પાનમસાલા ની દુકાન બંધ રહેશે
- ધાર્મિક-સામાજિક-રાજકીય મેળાવડા બંધ રહેશે
શું ખુલશે
- અનાજ કરિયાણા ની દુકાનો
- મેડિકલ શોપ
- બેન્ક, એટીએમ
- શાકભાજી
- ફુડ ડીલીવરી
- બસ સેવા – પરતું અમુક શરતો સાથે