kedarnath

કેદારનાથ મંદિરના કપાટ આજે વહેલી સવારે ખુલશે

ચારધામ યાત્રાના મુખ્ય પડાવ કેદારનાથ મંદિરના કપાટ બુધવારે સવારે 6 વાગ્યે ખુલશે. તૈયારી પૂરી થઈ ગઈ છે અને મંદિરને 5 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યુ છે.
એક દિવસ અગાઉ પાંચ લોકો બાબા કેદારની ડોલી લઈ પહોંચ્યા છે.
કેદારનાથના કપાટ ખોલવાના સમયે મંદિરના રાવલ ભીમાશંકર ત્યાં ઉપસ્થિત નહીં હોય. મુખ્ય પુજારી શિવશંકરે જ ઉખીમઠમાં પૂજા કરી હતી અને કપાટ ખોલવાના સમયે પણ તેઓ પરંપરા પૂરી કરશે. કેદારનાથના રાવલ ગિરી છે, જે 19 એપ્રિલ બાદ ઉખીમઠમાં ક્વોરન્ટિનમાં છે. તેઓ 3 તારીખ બાદ કેદારનાથ જશે.

આ પ્રથમ વખત એવું નથી કે જ્યારે રાવલની અનુપસ્થિતિમાં કપાટ ખુલી રહ્યા છે. કેદારનાથમાં રાવલ ગુરુ સ્થાનમાં હોય છે. તે જાતે પૂજા કરતા નથી, માટે અગાઉ કેટલીક સ્થિતિમાં રાવલની અનુપસ્થિતિમાં કપાટ ખુલ્યા છે. પૂજાની જવાબદારી રાવલને આધિન આવતા લિંગાયત બ્રાહ્મણો હોય છે. તેઓ પૂજારી હોય છે. પુજારી ઉપરાંત ચાર વેદપાઠી હોય છે, જે સ્થાનીક લોકો હોય છે. સાથે હકહકૂકધારી પણ હોય છે. જે કપાટ ખોલવાના સમયે ઉપસ્થિત હોય છે. આ ઉપરાંત મંદિરના કર્મચારી હોય છે. આ તમામ ઉપસ્થિત રહેશે.

પાંચ ભક્ત બાબા કેદારનાથની ડોલી લઈ કેદારધામ પહોંચી ગયા છે. આ બીજી વખત છે કે જ્યારે ડોલીને અડધે માર્ગે ગાડીમાં લાવવામાં આવી છે. આ અગાઉ દેશમાં ઈમર્જન્સી સમયે આમ કરવામાં આવ્યુ હતું.

કોરોનાને લીધે દેશભરમાં જારી લોકડાઉનની અસર ચારધામ યાત્રા પર પણ પડી છે. યાત્રા યોજાશે કે નહીં તે અંગે હજુ નિર્ણય આવ્યો નથી. કપાટ ખુલવાની તારીખને લઈ પણ વિવાદ થયો હતો અને સરકારે તેને આગળ વધારવા કહ્યું હતું. બદ્રીનાથના કપાટ અગાઉ 30 તારીખ હતી, જે હવે બદલીને 15 મે કરવામાં આવી છે.