jioatlatic

Deal No : 4 – જનરલ એટલાન્ટિક રિલાયન્સ Jio માં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે

ફેસબુક, સિલ્વર લેક અને વિસ્ટા ઈક્વિટી બાદ હવે જનરલ એટલાન્ટિક કંપનીએ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકાણ કર્યું છે. આ ચાર અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મમાં સૌથી મોટું રોકાણ છે. આ રોકાણ રિલાયન્સ જિયોના 1.34 ટકા ભાગીદારી જેટલું છે.

આ ડીલ બાબતે રિલાયન્સે કહ્યું કે, વૈશ્વિક વિકાસ રોકાણકારોના રોકાણથી જિયોને ભારતમાં એક ડિજિટલ સોસાયટીના નિર્માણ માટે પોતાની ઈકોસિસ્ટમને મજબુત કરવામાં મદદ મળશે. આ જિયોની ટેક્નિકલ ક્ષમતાઓ અને કોરોના વાયરસ સમયમાં અને તેનાથી આગળ વ્યાપાર મોડલની ક્ષમતાને મજૂબત કરે છે. આ ડીલ પછી જિયો પ્લેટફોર્મે 67,194.75 કરોડ રૂપિયા એકઠાં કર્યા છે.