indochaina

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર અથડામણ બન્ને દેશના જવાનો ઈજાગ્રસ્ત થયા

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઉત્તર સિક્કિમના નાકુ લા સેક્ટરમાં અથડામણની ઘટના સામે આવી છે. આ અથડામણમાં બંને પક્ષના જવાનો ઈજાગ્રસ્ત થયા છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ અથડામણ દરમિયાન ખુબ જ ગંભીર અને આક્રમક સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ત્યારબાદ વાતચીત કરી ને આ સ્થિતિ પર કાબુ મેળવી લેવામા આવ્યો હતો.

એક અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું કે, ભારતના 4 અને ચીનના 7 સૈનિકોને ઈજા પહોંચી છે. અને 150 જેટલા સૈનિકો ભેગા થઇ જવા પામ્યા હતા. અને એક તરફ સેનાનું એવું કેહવું છે કે, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવી અથડામણ કઈ નવી વાત નથી કાયમ ચાલ્યા રહે છે. પરંતુ બને સેના પ્રોટોકોલ ને ધ્યાન મેં લઇ ને જ દરેક મુદ્દાને હલ કરે છે. આ ઘટના અંગે ભારતીય સેનાએ હજુ સુધી આ વિશે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી.