googlelens

Google લેન્સનું નવું ફીચર્સ, હાથથી લખેલું લખાણ સીધું ફોનમાં

Google હંમેશા કઈક નવું અને અનોખું કરવા માટે જાણીતું છે. ત્યારે તેના ગ્રાહકો માટે તે નવા નવા ફિસર્સ આપતું રહે છે. તાજેતરમા જ Google એ Google Lens મા એક નવું ફિચર્સ ઉમેર્યું છે. Google Lens ની મદદથી હવે તમે હાથથી લખેલું તમારું કોઇ પણ લખાણ તમારા ફોન કે કોમ્પ્યૂટરમાં લઇ શકો છો. પરંતુ આ ફિચર્સ સારી રીતે કામ કરે એ માટે તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારા અક્ષરો અને લખાણ સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવા હોવા જોઇએ.

જાણો કરી રીતે આ ફીચર્સ નો ઉપયોગ કરી શકશો

  • આ નવા ફિચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ગૂગલ ક્રોમ (Google Chrome) નું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે.
  • અને Google Lens App એન્ડ્રોઇડ કે પછી ગુગલ એપ iOSથી ડાઉનલોડ કરેલું હોવું જોઇએ.
  • અને તમે સમાન ગૂગલ એકાઉન્ટથી આ બંને ડિવાઇઝ પર જોડાયેલા હોવ તે પણ જરૂરી છે.
  • ત્યારબાદ તમારે તમારા ફોનના કેમેરાને તમારા હાથથી લખેલા લખાણ ની સામે મૂકવાનો છે. અને કોપીને સિલેક્ટ કરવાનું છે. તે પછી તમે Google Docs માં જઇ Edit પર ક્લિક કરો અને તેક્ષ્ત પેસ્ટ કરી લો.
google lens gif

આ ફિચર લોકડાઉનમાં વર્ક ફોર્મ હોમ કરતા લોકો ને ઘણું મદદરૂપ થઇ શકે.
આ ફિચર સાથે ગૂગલે Pronynciation Tool પણ જોડ્યું છે. જેથી તમે લખાણનું યોગ્ય ઉચ્ચારણ કેવી રીતે કરવું તે પણ જાણી શકો છો. વળી આ ગૂગલ લેન્સની મદદથી તેમને ગૂગલ સર્ચમાં શબ્દોના અર્થ પણ સમજી શકો છો.