કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું Corona થી નિધન

congressdeath

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને કારણે SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડિયાથી તેમને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી. દિવસે ને દિવસે તેમની તબિયત નાજૂક થઈ રહી હતી. છેવટે આજે તેઓ કોરોનાથી હારી જતા તેમનું મોત થયું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના કોંગ્રેસના નેતાએ દુઃખ વ્યક્ત કર્યું. હતું.

કૉંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ અને તેમના પત્નીને એકસાથે કોરોના પોઝિટિવ આવ્યો હતો. બદરૂદ્દીન શેખને કૉંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની એકદમ નજીકના માનવામાં આવતા હતા. એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં હતા. કૉંગ્રેસ માટે ખૂબ જ મોટી ખોટ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *