gujarat

કોરોના વોરિયર્સનું સન્માન , એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરથી કોરોના જંગના લડવૈયાઓ પર પુષ્પવર્ષા થશે

કોરોના સામેની લડાઈમાં દિવસરાત સેવા આપનારા કોરોનાવીરોનું થશે સ્વાગત. આજે ગાંધીનગરમાં તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવશે.આજે સવારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવીને કોરોના વોરિયર્સની સેવાને બિરદાવી હતી. ઉપરથી પુષ્પવર્ષા અને નીચે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…ની ધૂન વાગતી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તથા […]

nvscoron

રાજકોટમાં ત્રણ દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ સરકારી ક્વોરન્ટીન ફેસિલિટીમાંથી 30 લોકોને રજા આપવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી તમામ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. આથી આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં શહેરમાં પથીકાશ્રમ, ત્રિમંદિર તથા સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટીનની […]

rupani

ગુજરાતમાં ધંધા-રોજગાર શરૂ કરવા અંગે લેવાઈ શકે છે નિર્ણય, સાંજે મળશે કોર કમીટીની બેઠક

કોરોનાના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે અને તેથી જ દેશભરમાં લોકડાઉનને વધુ 14 દિવસ વધારવામાં આવ્યું છે. તેવામાંઉદ્યોગ ધંધા રોજગાર શરૂ કરવા ગુજરાત સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારની આજે સાંજે મળનારી કોર કમીટીની બેઠકમાં લોક ડાઉન, રેડ અને ઓરેન્જ ઝોન ઉપરાંત ધંધા રોજગાર શરૂ કરવા કે નહીં અને કરવા […]

gujaratzone

ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા

દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન […]

mask

1લી મેથી રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક નહીં પહેરનારા પાસેથી આકરો દંડ લેવામાં આવશે

રાજ્યમાં આગામી 1લી મેથી માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજ્ય સરકારે તેનો આદેશ બહાર પાડ્યો છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેને દંડ પણ કરવામાં આવશે. કોરોના સામે સલામતીના ભાગ રૂપે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી 1000થી લઈ 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

amc comisionar

અમદાવાદમાં 1 મે થી માસ્ક ન પહેરનારા દુકાનદારોને રૂ. 5000, સુપરમાર્કેટ્સને રૂ.50 હજાર-ફેરિયાઓને રૂ.2000નો દંડઃ AMC કમિશનર

શહેરમાં 27 એપ્રિલની સાંજથી લઈ 28 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 128એ પહોંચ્યો છે. જ્યારે 241 દર્દી સાજા થયા છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કર્યું છે. […]

ahm

અમદાવાદ મનપાએ આ 6 વિસ્તાર રેડ ઝોન જાહેર કર્યા

આગામી તા.3જી મેના રોજ લોકડાઉન પૂર્ણ થી રહયું તે પહેલા જ અમદાવાદના મનપાના કમિશ્નર વિજય નહેરાએ આજે રેડ ઝોન અને ઓરેન્ઝ ઝોન નોટિફાય કરી દીધો છે.એટલે 3જી મે પછી અમદાવાદના રેડ ઝોનમાં કોઈ રાહત મળે તેવી કોઈ શકયતા નથી. કમિશ્નર વિજય નેહરા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રેડ ઝોનમાં અમદાવાદના છ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો […]

congressdeath

કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું Corona થી નિધન

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને કારણે SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડિયાથી તેમને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી. દિવસે ને દિવસે તેમની તબિયત નાજૂક થઈ રહી હતી. છેવટે આજે તેઓ કોરોનાથી […]

gujarat

અમદાવાદ પછી આ શહેરોમાં પણ ૩જી મે સુધી દુકાનો નહિ ખુલે

અમદાવાદ પછી રાજ્યના બીજા ત્રણ મહાનગરો વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો છે. ત્યારબાદ વર્તમાન કોરોના વાયરસના વધતા કેસના સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ત્રણેય મહાનગરોમાં તા.૩ જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા […]

amc comisionar

3 મે સુધી અમદાવાદમાં વેપારીઓ દુકાન નહીં ખોલે: AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગઈકાલ બાદ આજે 51 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કુલ 2003 કેસ પોઝિટીવ આવ્યા છે. તેમણે જણાવ્યું કે શહેર ની હોટેલ ફર્નમાં ખુબજ ઓછા દરે દર્દીઓની સારવાર થશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદ […]