betaal firstloook

શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી વેબ સીરિઝ ‘બેતાલ’નો First Look રીલિઝ

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ ના બેનર હેઠળ બનેલી વેબ સીરિઝ બેતાલ (Betaal)નો ફસ્ટ લૂક આજે રીલિઝ થયો છે. રેડ ચિલિઝ એન્ટરટેનમેન્ટે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આની જાણકારી આપી છે.
શાહરૂખ ખાન ઘણા સમય થી રૂપેરી પડદાથી દુર છે પરતું તેના પ્રોડક્શન હાઉસ સતત નવી ફિલ્મો કે વેબ સીરીઝમા પૈસા લગાવતું આવ્યું છે, આથી શાહરૂખ ખાન ના ફેન્સ માટે આ એક સારા સમાચાર કહી શકાય.
શાહરૂખ ખાન આ પેહલા 2019માં ઇમરાન હાશમી ને લઇ ને બાર્ડ ઓફ બ્લ્ડ(Bard of Blood)સીરીઝ પ્રોડ્યૂસ કરી હતી. અને ત્યાર પછી તે હવે તે હોરર વેબ સીરીઝ લઈને આવી રહ્યો છે. આ સીરીઝના નિર્દેશક પેટ્રિક ગ્રાહમ છે.

આ સીરીઝની વાર્તા વિષે વાત કરીએ તો, આ વાર્તા એક દૂરના ગામની છે. જ્યાં અચાનક બે દાયકા પછી બેતાલ પોતાની બટાલિયન સાથે પાછો ફરે છે. બેતાલ પહેલા બ્રિટિશ ઇન્ડિયન આર્મીનો અધિકારી હતો. બસો વર્ષ પછી આ ઝોમ્બીની ફોઝ સાથે તે પાછો ફરે છે. અને ગામવાળાને સંક્રમિત કરવાનું શરૂ કરે છે. ઝોમ્બીની આ સેના સામે પોલીસ લડવાનો પ્રયાસ કરે છે. પણ અલૌકિક શક્તિઓની સામે તે અસહાય છે.

આ વેબ સીરીઝ 24 મેના રોજ નેટફ્લિક્સ(Netflix) પર સ્ટ્રીમ થશે.