યોગ ગુરુ બાબા રામદેવે કોરોનાની આર્યુર્વેદિક દવા લૉન્ચ કરી

covid medicine

બાબા રામદેવે આજે એક પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યુ કે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર થઈ શકે છે એવો દાવો કર્યો છે. અને તેમની સંસ્થા પંતજલી યોગપીઠ એ તે માટે દવા પણ શોધી કાઢી છે આ માટે તેમણે ત્રણ દવાઓ કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે, પતંજલિ એ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે.

દિવ્ય કોરોનિલ ટેબલેટ

આ દવાનો 280 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે અને બાબા રામદેવએ એવો દાવો કર્યો છે કે 100 જેટલા લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ થયા હતા જેમાં 69% દર્દીઓ 3 દિવસની અંદર કોરોના પોઝિટીવમાંથી નેગેટીવ થયા હતા અને 7 દિવસની અંદર 100% દર્દીઓ સારા થયા હતા.

swasri
સ્વસારી

બાબા રામદેવ દ્વારા લોન્ચ કરવામાં આવેલી ત્રણેય દવાનો એકસાથે ઉપયોગ કરવાથી કોરોના મટે છે તેમણે ઇએમ પણ કહ્યું કે શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી દવા લેવાથી ફાયદો થશે, અને તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. અણુ તેલને નાકમાં નાખવામાં આવે છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *