jammu

જમ્મુ-કાશ્મીરમાં સેનાની અથડામણમાં 5 જવાન શહીદ, 2 આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના હંદવાડા જિલ્લામા વહેલી સવારે થયેલી આતંકવાદી અથડામણમાં 5 જવાનો શહીદ થઈ ગયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ કર્નલ, મેજર સહિત સેનાના બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાને પણ શહીદ થયા હતા. તો સુરક્ષા દળોએ બે આતંકવાદીઓેને પણ ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે.

rupani

ગુજરાતમાં ધંધા-રોજગાર શરૂ કરવા અંગે લેવાઈ શકે છે નિર્ણય, સાંજે મળશે કોર કમીટીની બેઠક

કોરોનાના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે અને તેથી જ દેશભરમાં લોકડાઉનને વધુ 14 દિવસ વધારવામાં આવ્યું છે. તેવામાંઉદ્યોગ ધંધા રોજગાર શરૂ કરવા ગુજરાત સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારની આજે સાંજે મળનારી કોર કમીટીની બેઠકમાં લોક ડાઉન, રેડ અને ઓરેન્જ ઝોન ઉપરાંત ધંધા રોજગાર શરૂ કરવા કે નહીં અને કરવા […]

lockdown4

લોકડાઉન 3.0 – સમગ્ર દેશમાં લોકડાઉન 17 મે સુધી લંબાવાયું,ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

ભારતના ગૃહમંત્રાલયે આજે જાહેર કર્યું હતું કે દેશમાં લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને 17મે સુધી લંબાવવામાં આવશે. એટલે કે બીજા બે અઠવાડિયા વધારવામાં આવ્યા છે. આ બે અઠવાડિયાનો સમય 4મે પછી ગણવામાં આવશે. 3મે ના રોજ લૉકડાઉનનો બીજો ફેઝ પૂરો થઇ રહ્યો હતો ત્યારે તે પૂર્ણ થાય તે પહેલા જ ગૃહમંત્રાલયે લોકડાઉનને 17મે સુધી લંબાવવામાં […]

cylinder

લોકડાઉન વચ્ચે મોટી રાહત, સબસિડી વગરનો રાંઘણ ગેસનો સિલિંડર 162 રૂપિયા સસ્તો થયો, નવી કિંમતો આજથી લાગુ

દેશભરમાં લોકડાઉન વચ્ચે રાંધણ ગેસને લઈને સારા સમાચાર આવ્યા છે. 1 મે એટલે કે આજથી સબસિડી વગરના એલપીજી સિલિંડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે. દિલ્હીમાં સબસિડી વગરનો સિલિંડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. પહેલા તેનો ભાવ રૂ. 744 હતો. મંબઈમાં નવા ભાવ રૂ. 579 હશે. […]

gujaratzone

ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા

દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન […]

h1b

H-1B વિઝાધારકો જૂન મહિના પછી અમેરિકામાં નહીં રહી શકે

અમેરિકામાં એચ-1બી વિઝાધારકોની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. આ વિઝાના આધારે અમેરિકા ગયેલા પ્રોફેશનલ્સની નોકરી જતી રહે, તો તેઓ અમેરિકામાં 60 દિવસ કાયદેસર રીતે રહીને નોકરી શોધી શકે છે. તેનાથી વધુ દિવસ રહેવા ઊંચી રકમ ચૂકવવી પડે છે. આ વિઝા પર અમેરિકામાં નોકરી કરનારા સૌથી વધુ ભારતીયો છે. કોરોના વાઈરસના સંકટને પગલે અનેક કંપનીઓએ […]

mask

1લી મેથી રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક નહીં પહેરનારા પાસેથી આકરો દંડ લેવામાં આવશે

રાજ્યમાં આગામી 1લી મેથી માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજ્ય સરકારે તેનો આદેશ બહાર પાડ્યો છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેને દંડ પણ કરવામાં આવશે. કોરોના સામે સલામતીના ભાગ રૂપે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી 1000થી લઈ 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

પીઢ અભિનેતા ઋષિ કપૂરનું નિધન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું ગઈકાલે રાત્રે નિધન થયું છે. તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધન અંગે માહિતી આપી છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું- તેઓ ગયા. ઋષિ કપૂર ગયા. તે હમણાં જ જતાં રહ્યા. હું તૂટી ગયો છું રણધીર કપૂરે ઋષિના કપૂર પરિવાર તરફથી મળેલા સમાચારોની પુષ્ટિ […]

punjabcurfew

પંજાબમાં કર્ફ્યુ 14 મે સુધી લંબાવાયું

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં બે અઠવાડિયામાં કર્ફ્યુ વધાર્યો છે. પહેલા રાજ્યએ 30 એપ્રિલ સુધી કર્ફ્યુ લગાવ્યો હતો. હવે તે 14 મે સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે લોકડાઉનને વધુ બે અઠવાડિયા સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. આ સાથે, રાજ્યમાં દૈનિક ચાર કલાક એટલે કે સવારે 7: 00 થી 11: 00 સુધી કર્ફ્યુ […]

flipamazo

ફ્લિપકાર્ટ,એમેઝોન એ કેન્દ્ર સરકારને તમામ પ્રકારના સામાનની ડિલીવરી માટે વિનંતી કરી

એમેઝોન ઈન્ડિયાએ ઈ-કોમર્સને મહામારી સામે સંયુક્ત લડાઈમાં પોતાની ભૂમિકા નીભાવવામાં સક્ષમ બનાવવાનો સરકારને આગ્રહ કર્યો હતો. કંપનીએ જણાવ્યું કે, અમે નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. ઈ-કોમર્સ નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવાની સાથે વિક્રેતાઓ અને જથ્થાબંધ વેપારીઓને સુરક્ષા આપે છે. સરકારે તમામ પ્રકારના સામાનની ડિલિવરી માટે મંજૂરી આપવી જોઈએ. તેનાથી અમને તમામ પ્રકારનો સામાન વેચવામાં મદદ મળશે […]