આત્મનિર્ભર ભારત અભિયાન – મનરેગા માટે 40 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી

financeminsiter

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ એ જાણકારી આપી હતી. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ટેક્નોલોજીના માધ્યમથી 8.19 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ 2 હજાર રુપિયા મોકલવામાં આવ્યા. દેશના 20 કરોડ લોકોના જનધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની મદદથી 500-500 રુપિયા મોકલવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજના હેઠળ 6.81 કરોડ લાખ રસોઈ ગેસધારકોને મફત સિલિન્ડર આપવામાં આવ્યા હતા. આજે લેન્ડ, લિક્વિડીટી, લેબર અને લો પર ફોકસ કરવામાં આવશે. 2.20 કરોડ બાંધકામ મજૂરોના ખાતામાં સીધા જ પૈસા મોકલવામાં આવ્યા હતા.

  • ટેસ્ટ કિટ માટે 550 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી.
  • કોરોના યોદ્ધાઓ માટે 50 લાખ રુપિયાના વીમા કવચની જાહેરાત કરવામાં આવી.
  • સ્વાસ્થ્ય વિભાગને 15 હજાર કરોડ રુપિયાની મદદ કરવામાં આવી.
  • વિધવા પેન્શન હેઠળ 2800 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ઓનલાઈન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. પહેલાં 3 ચેનલ હતી અને હવે નવી 12 ચેનલ શરૂ કરવામાં આવી છે. લાઈવ ઈન્ટરેક્ટિવ ચેનલ લાવવામાં આવી રહ્યું છે અને તેના પર કામ થઈ રહ્યું છે. રાજ્યોથી વિનંતીથી કરવામાં આવી રહી છે તેઓ 4 કલાકનું કન્ટેન્ટ આપે અને એ ચેનલ પર બતાવી શકાય.
મનરેગાના બજેટમાં વધારો કર્યો છે. બજેટમાં 40 હજાર કરોડ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલાં આ બજેટ 61 હજાર કરોડ રુપિયાનું હતું.

હેલ્થ સેક્ટરમાં તમામ જિલ્લામાં સંક્રમણના રોગોની સારવાર થઈ શકે તે માટે નવી હોસ્પિટલ ઉભી કરાશે.
જ્યારે કંપનીઓ દેવુ ના ચૂકવી શકે ત્યારે તેને નાદાર જાહેર કરવામાં આવે છે. સરકારે આમાં રાહત આપી છે અને 1 વર્ષ સુધી કોઈ જ કંપની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.

સરકારનો પ્રયત્ન એવો છે કે તમામ સેક્ટરમાં ઓછામાં ઓછી એક પબ્લિક સેક્ટરની કંપની રહે. સરકાર પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને પણ મંજૂરી આપશે. અન્ય સેક્ટરમાં પીએસયુ કંપનીઓનો વિલય કરાશે.
રિઝર્વ બેંક દ્વારા રાજ્યોની પૈસા આપવાની લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. લિમિટ 60 સુધી વધારવામાં આવી છે જ્યારે રાજ્યોએ 14 ટકા સુધી જ પૈસા રિઝર્વ બેંક પાસેથી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *