gujarat

કોરોના વોરિયર્સનું સન્માન , એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરથી કોરોના જંગના લડવૈયાઓ પર પુષ્પવર્ષા થશે

કોરોના સામેની લડાઈમાં દિવસરાત સેવા આપનારા કોરોનાવીરોનું થશે સ્વાગત. આજે ગાંધીનગરમાં તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવશે.આજે સવારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવીને કોરોના વોરિયર્સની સેવાને બિરદાવી હતી. ઉપરથી પુષ્પવર્ષા અને નીચે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…ની ધૂન વાગતી હતી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તથા એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઈરસના અનેક દર્દીઓનો ઈલાજ થઇ રહ્યો છે. આ દર્દીઓની સેવા માટે અનેક તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે. ત્યારે તેમની આ સેવાના સન્માન સ્વરૂપે ભારતીય વાયુસેનાની આ પુષ્પ વર્ષાએ તેમના સેવા જુસ્સાને બુલંદ બનાવ્યો હતો.