અમદાવાદ મનપાએ આ 6 વિસ્તાર રેડ ઝોન જાહેર કર્યા

ahm

આગામી તા.3જી મેના રોજ લોકડાઉન પૂર્ણ થી રહયું તે પહેલા જ અમદાવાદના મનપાના કમિશ્નર વિજય નહેરાએ આજે રેડ ઝોન અને ઓરેન્ઝ ઝોન નોટિફાય કરી દીધો છે.એટલે 3જી મે પછી અમદાવાદના રેડ ઝોનમાં કોઈ રાહત મળે તેવી કોઈ શકયતા નથી.

કમિશ્નર વિજય નેહરા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રેડ ઝોનમાં અમદાવાદના છ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમાં દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર,ખાડિયા, દરિયાપુર અને શાહપુરનો સમાવેશ થાય છે. આ તમામ રેડ ઝોન ધરાવતા વોર્ડમાં તા.3જી મે પછી પણ કોઈ રાહત મળે તેવા અણસાર નથી.તે સિવાયના 42 વોર્ડમાં કેન્દ્રની ગાઈડલાઈન મુજબ લોકડાઉનમાં રાહત મળે તેવી શકયતા છે. જોકે હાલ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *