એક જ દિવસમાં કોરોનાથી 2500ના મોતથી અમેરિકા ધ્રુજ્યું

usacorona

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં પ્રસરી ચૂક્યો છે. ચીનના વુહાન પછી તેની સૌથી વધુ અસર યુરોપના ઇટલી અને સ્પેનમાં જોવા મળી હતી. જો કે, કોરોનાના કહેરમાં જગત જમાદાર અમેરિકા પણ બાકાત રહ્યું નથી. ટેકનોલોજી અને સંશોધનમાં અગ્રેસર ગણાતો આ દેશ કોરોના સામે રીતસર ઘૂંટણિયે પડી ગયો છે. અમેરિકામાં રોજ 2000થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. દુનિયાભરમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ સંખ્યા અમેરિકનની છે. જો કે અમેરિકા જે આંકડો બતાવે છે તેના કરતાં વધારે મોત થયાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનામાં 54000થી વધુ લોકોના મોત મોત થઇ ચૂક્યા છે દરમિયાન રવિવારે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં અમેરિકામાં 2500થી વધુના મોત થઇ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *