કોરોનાનો કહેર યથાવત – દેશમાં 24 કલાકમાં 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર છે ત્યારે આજે દેશમાં 7,111 નવા કેસ નોંધાયા છે, અને આ સાથે દેશમાં કુલ આંક 1,38,536 છે. આમાંથી આજે સૌથી વધુ મહરાષ્ટ્રમા 3041 નવા કેસ નોંધાયા છે એજ સાથે મહરાષ્ટ્રમાં કુલ કેસ 50,231 થઇ જવા પામ્યા છે.
વધુ મા આજે 3,283 જેટલા દર્દીઓ સારા થયા છે અને 156 દર્દીઓ મૃત્યુ પામ્યા છે કુલ મૃત્યુ આંક 4,024 છે. દેશમાં હાલ 76,811 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
આમ દેશમાં છેલ્લા ઘણા દિવસો થી નવા કેસો ની સંખ્યા 5 હાજર થી વધુ આવી રહી છે ત્યારે એમ કહી શકાય કે કોરોના હવે બેકાબુ બની રહ્યો છે.જે ચિંતા નો વિષય છે.
